
General Anil Chauhan : મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલા એક સેમિનારને સંબોધતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સુરક્ષા અને વિદેશ નીતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી અને ભરોસાપાત્ર નથી. ભારતે તમામ પરિસ્થિતિમાં સ્વતંત્ર કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
રાષ્ટ્રીય હિતો મુજબ નીતિઓ બદલાતી રહે છે : જનરલ ચૌહાણ
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યારે વૈશ્વિક સ્થિતિ બદલાય છે, ત્યારે કોઈપણ દેશ સાથે કાયમી સંબંધ રહેતો નથી.
