
– આતંકવાદ વિરોધી ઓપરેશન માટે જતી વખતે અકસ્માત
– ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બુલેટપ્રુફ વાહન કેસ્પર 200 ફૂટ ઊંડી ખાઈમાં પડયું : 11 જવાનો ઘાયલ
જમ્મુ : ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદી વિરોધી કાર્યવાહી માટે સૈનિકોને લઇ જતું સેનાનું એક સશસ્ત્ર વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૧૦ સૈનિકોનાં મોત થયા હતાં અને અન્ય ૧૧ ઘાયલ થયા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ અકસ્માત બપોરના સમયે ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ૯૦૦૦ ફૂટ ઉંચા ખન્ની ટોપ પર એ સમયે થયો જ્યારે બુલેટપ્રૂફ વાહન કેસ્પરનાં ડ્રાઇવરે અંકુશ ગુમાવી દીધો હતો. જેના કારણે વાહન ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડયું હતું.
