વડોદરા, તા.19 વડોદરા જિલ્લાની એક માત્ર પાદરા તાલુકામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયનો શિક્ષક આજે ભર બપોરે ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવતા તેને પોલીસે ઝડપી પાડી લોકઅપમાં પૂરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના સાધી ગામમાં જવાહર નવોદય સ્કૂલ આવેલી છે. કેન્દ્ર સરકાર સંચાલિત આ સ્કૂલના આચાર્યએ પાદરા પોલીસમાં આજે બપોરે ફોન કરીને જણાવેલ કે સ્કૂલના એક શિક્ષક દારૃ પીધેલી હાલતમાં ધમાલ કરે છે. સ્કૂલ દ્વારા આ મેસેજના પગલે પાદરા પોલીસ સ્કૂલમાં પહોંચી ગઇ હતી. સ્કૂલના સ્ટાફરૃમમાં તે શિક્ષક લવારી કરતો જણાયો હતો.
