
અમદાવાદ : પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સના ડીલર શિપમેન્ટમાં બે આંકડાનો વધારો નોંધાયો છે, જે જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. આ સૂચવે છે કે જીએસટી સુધારા પછી મળેલી ગતિ પાટા પર સડસડાટ દોડી રહી છે.
જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ ૧૨.૬ ટકા વધીને ૪૪૯,૬૧૬ યુનિટ થયું છે, જ્યારે ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૬.૨ ટકા વધીને ૧૯૨૫,૬૦૩ યુનિટ થયું છે.
