
Amreli News : અમરેલીના જાફરાબાદના મધદરિયામાં દુર્ઘટના સર્જાતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટમાં અકસ્માતના બનાવ અંગે કોસ્ટગાર્ડ જાણ કરવામાં આવી હતી. આ પછી કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખલાસીનું રેસ્ક્યૂ કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, જાફરાબાદની અકબરી કસ્તી નામની બોટ મધદરિયામાં હતી, ત્યારે આજે રવિવારે (23 નવેમ્બર) બોટમાં અકસ્માત થતાં ખલાસી ખલાસી મોહનભાઈ શિયાળનો પગ કપાઈ ગયો હતો.
