જામજોધપુર માર્કેટયાર્ડમાં મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ, લાખોના નુકસાનની આશંકા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • 400 ગુણી મગફળી પાણીમાં વહેતી થઈ
  • વરસાદના કારણે લાખોનું નુકસાન
  • વરસાદની આગાહી છતાં તંત્રની કોઈ તકેદારી નહીં

ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જામનગર જિલ્લામાં પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ ગઈ હતી.

જામજોધપુરમાં ધોધમાર વરસાદના કારણે યાર્ડમાં 400 ગુણી પાણીમાં તણાઈ ગઈ હતી. ખેડૂતોએ પાણીમાં તરતી મગફળી એકઠી કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્રએ કોઈ તકેદારી રાખી નહતી. સત્તાધીશોની બેદરકારીના કારણે મગફળીની જણસીને વ્યાપક નુક્સાન થયું છે.  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *