
Jamnagar Fake Police : જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રીક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં અને મફત મુસાફરી કરાવવાની માંગણી કરવા જતાં પકડી લેવામાં આવ્યો છે. જેની સામે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઇ ગઢવી વગેરે રેલવે સ્ટેશન અને તેના આસપાસના વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમ્યાન એક રિક્ષા ચાલક મારફતે બાતમી મળી હતી કે, એક વ્યક્તિ હું એસ.એમ.
