
Jamnagar Mega Demolition Drive: જામનગર શહેરના દિગજામ રેલવે ઓવરબ્રિજ નીચે વર્ષોથી ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગયેલી આ ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટે આજે (છઠ્ઠી ફેબ્રુઆરી) વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ પર ‘બુલડોઝર’ ફરી વળ્યું
મળતી માહિતી અનુસાર, દિગજામ ઓવરબ્રિજની નીચે અને રેલવે લાઇનની બંને તરફ અંદાજે 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ ખડકી દેવામાં આવ્યા હતા. આ વિસ્તાર લાંબા સમયથી પોલીસ તંત્ર માટે માથાનો દુ: ખાવો બન્યો હતો.
