જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં ‘યસ મોબાઈલ’ નામનો શોરૂમ ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ ગોહિલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2025 થી 17 નવેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે આ 15 મોબાઈલ ફોન ચોરાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કિશન બાવરીયા વેપારીની નજર ચૂકવીને ફોન ચોરી ગયો હતો. હાલ તે ફરાર છે. સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે અને ફરાર એકાઉન્ટન્ટને શોધવાના પ્રયાસો ચાલુ છે.
જામનગરમાં મોબાઈલ શોરૂમમાંથી 15 ફોનની ચોરી:શોરૂમમાં કામ કરતા કર્મચારીએ જ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
