જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા એક પીઝા પાર્લર નજીક ગઈકાલે મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક રોઝડું લટાર મારતું જોવા મળ્યું હતું. મોડી રાત્રે ત્યાંથી પસાર થતા કેટલાક વાહનચાલકોમાં આ દ્રશ્ય જોઈને કુતુહલ જાગ્યું હતું. તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં આ જંગલી પ્રાણીનો વીડિયો પણ બનાવ્યો હતો. શહેરી વિસ્તારમાંથી પસાર થતા રોઝડા પર ધ્યાન પડતા અનેક શ્વાનો પણ એકઠા થઈ ગયા હતા. તેઓ રોઝડાને જોઈને જોરથી ભસવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક નાગરિકો પણ જાગી ગયા હતા અને શહેરી વિસ્તારમાં રોઝડું જોઈને આશ્ચર્યચકિત થયા હતા. કડકતી ઠંડીમાં આવા પોષ વિસ્તારમાં રોઝડું દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે રોઝડાને પકડીને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં રોઝડું લટાર મારતું દેખાયું:પંચવટી નજીકનો વીડિયો સામે આવતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
