જાહેરનામું:દિલ્હી બ્લાસ્ટ પછી રિપેરિંગ માટે આવતા તમામ વાહન અને માલિકીની નોંધણી ફરજિયાત કરાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

દિલ્હીમાં આતંકી હુમલો કરવા માટે ડોકટર ટોળકીએ કારનો ઉપયોગ કર્યો છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પહેલી જ વખત વાહનોની લે-વેચ કરતા તેમજ સર્વિસ – રિપેરિંગ કરતા ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશનોમાં આવતાં વાહનો અને માલિકની નોંધણી ફરજિયાત કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન કોણ ક્યારે મૂકી જાય છે તે પણ ધ્યાન રાખવું પડશે. સર્વિસ સ્ટેશન, ગેરેજ, વાહનોની લે-વેચ કરનારા માટે કમિશનરે પહેલીવાર જાહેરનામું બહાર પાડ્યું વાહનનો રજિસ્ટ્રેશન નંબર-આઈડી પ્રૂફ રાખવું પડશે
સર્વિસમાં આવતા તમામ વાહનનો રેકોર્ડ રાખવો પડશે. જેમાં વાહનનો પ્રકાર અને કંપનીનું નામ, રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર, વાહનમાલિકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ફોટો આઈડી, વાહન ગેરેજમાં મુકયા તેની તારીખ અને ગેરેજમાંથી લઈ ગયા તેની તારીખ અને વાહન આપનાર અને લઈ જનારનું નામ, સરનામુ, મોબાઈલ નંબર તેમજ આઈડી પ્રૂફ ફરજિયાત લેવુ પડશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *