શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ થતા હોવાની ફરિયાદ સામે આવી છે. એલ.પી. સવાણી એકેડેમિક, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્ઞાનગંગા વિદ્યાલય, માધવબાગ વિદ્યાભવન, આશાદીપ વિદ્યાલય, બ્રોડવે ઇન્ ટરનેશનલ સ્કૂલ અને કે સેવન ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી હતી. જેમાં જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા સ્કૂલમાંથી યુનિફોર્મ-સ્ટેશનરી ખરીદવા દબાણ કરાયાની પણ ફરિયાદ મળી હતી. આ અંગે ડીઇઓ ડો. ભગિરથસિંહ પરમારે તપાસ હાથ ધરી અને આ સ્કૂલોને 10 હજારનો દંડ ફટકાર્યો છે. વાલીઓએ મુખ્યમંત્રી જનસંદેશ પોર્ટલપર ફરિયાદ કરી હતી. ડીઇઓ જણાવ્યું હતું કે જો હવે ફરી આ સ્કૂલો સામે આવી કોઇ ફરિયાદ મળશે તો રૂ.25 હજારનો દંડ અને માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. ભાસ્કર એક્સપર્ટ
‘અલગ બેસાડવા સમાનતા-શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન’ > ઉમેશ પંચાલ, એડવોકેટ
જિલ્લા શિક્ષણાધિકારીની કાર્યવાહી:RTEના વિદ્યાર્થીને જુદા બેસાડતી 7 સ્કૂલોને 10 હજારનો દંડ, હવે ફરિયાદ મળશે તો માન્યતા રદ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
