જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિય:મોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જુનાગઢ શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા તંત્ર સક્રિયમોતીબાગ સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ-મનપાનું સંયુક્ત આયોજન; આડેધડ પાર્કિંગ પર તવાઈજુનાગઢ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે હવે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે. જુનાગઢ એસપી, ડીવાયએસપી અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત રીતે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લઈને સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન હાથ ધર્યું છે. જુનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાની આગેવાની હેઠળ, જુનાગઢ એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, ટ્રાફિક પીએસઆઈ અને જુનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે એક બેઠક અને વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમે શહેરના ટ્રાફિક સમસ્યા સર્જાતા મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજથી ત્રિમૂર્તિ હોસ્પિટલ સુધીનો રસ્તો, બસ સ્ટેશન, ગાંધી ચોક, મજેવડી દરવાજા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આગામી સમયમાં એમ.જી.રોડ અને કાળવા ચોક જેવા અન્ય મુખ્ય રોડ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પણ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણો અને ઉકેલનો પ્લાન ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે માટેનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને લારી-ગલ્લા ધારકો, ફેરિયાઓ અને પાથરણાવાળા રસ્તાની કિનારીઓ પર બેસીને ધંધો કરે છે, જેના કારણે રોડ સાંકડો બની જાય છે અને ટ્રાફિક જામ થાય છે.પેસેન્જર વાહનો જેમાં રીક્ષા અને અન્ય વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે ચર્ચા થઈ. આ ટીમે જુનાગઢ શહેરમાં જે સર્કલો છે તેની આસપાસ વાહનો પાર્ક કરવા માટેના પોઈન્ટો બનાવી શકાય કે નહીં, તેમજ અન્ય જે સર્કલો છે તેમાં જરૂરી સુધારો વધારો કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય, તે માટે આ તમામ વિસ્તારો અને સર્કલોની વિઝિટ કરવામાં આવી હતી. રેલવે ફાટક નજીકની જગ્યાઓમાં પણ જ્યાં પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે જુનાગઢ એસપી,કલેક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જુનાગઢ શહેરને કઈ રીતે ટ્રાફિક મુક્ત કરી શકાય, જેને લઇને આગામી દિવસોમાં એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવશે. બંધ ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા પર ભાર વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સૌથી મોટો મુદ્દો એ સામે આવ્યો કે જુનાગઢ શહેરમાં જે ટ્રાફિક સિગ્નલો હાલમાં બંધ હાલતમાં છે, તેને વહેલી તકે કાર્યરત કરવા માટે હાલ ચર્ચા વિચારણા અને પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનને પણ સમજણ આપવામાં આવી છે.જુનાગઢ શહેરમાં બંધ રહેલા ટ્રાફિક સિગ્નલ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને અવરજવરમાં સરળતા રહે, તેવા સઘન પ્રયત્નો અને પ્લાનિંગ હાલ જુનાગઢ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓ, ચોક અને સર્કલો આસપાસ ટ્રાફિકને કેવી રીતે હળવો કરી શકાય તે મામલે સચોટ પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *