
શહેરમાં રખડતાં શ્વાનોનો યમદૂતો જેવો આતંક : 3 માસમાં 1250 નાગરિકોને શ્વાનો કરડયાં હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ભારે જન- રોષ
જેતપુર, : શહેરમાં રખડતાં શેરી શ્વાનોએ માજા મૂકી દીધી છે. અહી છેલ્લા ત્રણ માસમાં 1250 નાગરિકોને કૂતરાઓ કરડી જવા છતાં પાલિકાએ કોઈ જ પગલા ન લેતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આજે અહી બે વર્ષની વયની બાળકી પર શ્વાને હુમલો કરી બચકાં ભરી લેતાં છ ટાંકા લેવા પડયા છે.
અહીંની આસોપાલવ સોસાયટીમાં ગોંદરા પાસે ઘરની બહાર રમતી ત્રિવા નામની એક બાળકી પર રખડતાં શ્વાને હુમલો કરતા લોહીલુહાણ થઈ ગઈ હતી.
