
Epstein Files: અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો ‘એપસ્ટિન ફાઈલ્સ’ના નામથી પણ ઓળખાય છે. તેમા એવા લોકો સાથેના સંબંધો બહાર આવી રહ્યા છે જેની ક્યારેય કલ્પના કરવામાં આવી ન હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત, તેના સંબંધિત દસ્તાવેજોમાં ઘણાં વિશ્વ નેતાઓ અને અન્ય હસ્તીઓના નામ શામેલ છે. આમાંથી ઘણાં નામ ભારતના પણ છે. એપ્સ્ટેઇનની ડાયરી, તેમના પત્રો, ઇમેઇલ્સ અને અન્ય દસ્તાવેજો સહિત લગભગ 30 લાખ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે.
