
– બે બાઈક સામસામે અથડાઈ હતી
– વીરપુર અને જુના પાદરના વ્યક્તિઓના મોત, પોલીસે કાર્યવાહી હાથ ધરી
જેસર : જેસર પંથકમાં ગમખ્વાર અકસ્માતની એક કરૂણ ઘટના સામે આવી છે. જેસરના સનાળા નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
