અમદાવાદ, શનિવાર
વટવા જીઆઇડીસી રોડ ઉપર પૂરઝડપે જતી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરના કારણે કાર ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને સાસરીમાં લેવા યુવક જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. જો કે પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.
