
એપિયા,૭ જાન્યુઆરી, બુધવાર
આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને તણાવના લીધે ઘણી વાર સ્વજનોનો જન્મ દિવસ કે વર્ષગાંઠ ભૂલાઇ જતો હોય છે પરંતુ પ્રશાંત મહાસાગરના પોલિનેશિયામાં સમોઆ એક એવો ટાપુ દેશ છે જયાં પતિ પત્નીનો જન્મ દિવસ ભૂલી જાયતો ગુનો ગણવામાં આવે છે. આ ગુના બદલ પત્ની પોતાના પતિ પર કાનુની કાર્યવાહી કરી શકે છે. પત્નીની ફરિયાદના આધારે પતિને લોકઅપમાં પુરી રાખવામાં આવે છે. વધુમાં વધુ ૫ વર્ષ જેલની સજા થઇ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો પહેલીવાર ભૂલી જાયતો તેને ફરી આ ભૂલના થાય એવી ચેતવણી આપવામાં આવે છે.
