
Ind vs Pak match Controversy UAE Reaction : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં થનારા મહામુકાબલા પર તોળાતા સંકટ વચ્ચે હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ મેદાનમાં આવ્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને તેના જૂના અહેસાન યાદ અપાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત સામેના બહિષ્કારનો નિર્ણય માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ નાના એસોસિએટ દેશોની આર્થિક સ્થિતિને પણ જોખમમાં મૂકી શકે છે.
‘ક્રિકેટ ઇકોસિસ્ટમ’ જોખમમાં: UAEનો પાકિસ્તાનને પત્ર
અહેવાલ મુજબ, એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને ‘ક્રિકેટ પરિવારનો મહત્ત્વનો સભ્ય’ ગણાવતા કહ્યું કે, જ્યારે કોઈ મોટો દેશ પાકિસ્તાનમાં રમવા તૈયાર નહોતો, ત્યારે UAEએ જ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. બોર્ડનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં સૌથી વધુ જોવાયેલી મેચ રદ થવાથી વૈશ્વિક દર્શકો અને સ્પોન્સર્સ પર નકારાત્મક અસર પડશે.
