
Donald Trump on Greenland : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી સંપૂર્ણપણે પાછી ખેંચી લીધી છે. દાવોસમાં નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે સાથેની “ખૂબ જ ઉત્પાદક” બેઠક બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી, જેણે છેલ્લા કેટલાક દિવસોથી વૈશ્વિક બજારો અને ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં મચાવેલી ઉથલપાથલ પર વિરામ મૂક્યો છે.
દાવોસમાં બેઠક બાદ ટ્રમ્પનો યુ-ટર્ન
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે સાથેની મુલાકાત બાદ ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રને લગતા ભવિષ્યના કરાર માટે એક “ફ્રેમવર્ક” (માળખું) તૈયાર થઈ ગયું છે. તેમણે લખ્યું, “જો આ સમજૂતી થઈ જશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ અને તમામ નાટો દેશો માટે ખૂબ ફાયદાકારક રહેશે.
