ટ્રમ્પના ટેરિફ સામે ઝીંક ઝીલવા યુકે અને ચીન હાથ મિલાવવા તૈયાર

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


– આઠ વર્ષે બ્રિટિશ વડાપ્રધાન બેઈજિંગ પહોંચ્યા

– આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન નહીં થાય તો દુનિયા જંગલ રાજ તરફ પાછી ફરશે, ચીન કોઈ પર હુમલો નહીં કરે : જિનપિંગ

– ચીન-બ્રિટન વચ્ચે નવો સરહદ સુરક્ષા કરાર : ચીનમાં વીઝા મુક્ત પ્રવાસ, વ્હિસ્કી પરનો ટેરિફ ઘટાડવાના કરારની શક્યતા

બેઈજિંગ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી નીતિઓ અને ટેરિફ ધમકીઓના કારણે હવે પશ્ચિમના સાથી દેશો પણ અમેરિકાનો સાથ છોડી રહ્યા છે. ટ્રમ્પની ધમકીઓ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ગુરુવારે બંને દેશો વચ્ચે લાંબાગાળાની, સ્થિર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે તૈયાર થયા છે. કીર સ્ટાર્મર ૬૦ બ્રિટિશ ઉદ્યોગપતિઓ અને સાંસ્કૃતિક લીડર્સ સાથે ચીનના ચાર દિવસના પ્રવાસે બેઈજિંગ પહોંચ્યા છે ત્યારે આઠ વર્ષમાં બ્રિટનના કોઈ વડાપ્રધાનનો આ પહેલો ચીન પ્રવાસ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *