
Greenland News: વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાની ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક વ્યૂહનીતિમાં નવો વળાંક લીધો છે. ટ્રમ્પની ધમકી અને રશિયા-ચીનના વધતા પ્રભાવના ડર વચ્ચે ડેનમાર્કની અપીલથી છ નાટો (NATO) દેશોએ ગ્રીનલેન્ડમાં પોતાની લશ્કરી હાજરી વધારવાનું શરૂ કરી દીધું છે.
કયા દેશોએ મોકલ્યું સૈન્ય?
અહેવાલો અનુસાર, ડેનમાર્ક હેઠળના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડની રક્ષા માટે અત્યાર સુધીમાં 6 મોટા દેશોએ પોતાના સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ તહેનાત કરવાની જાહેરાત કરી છે, જેમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ જવાનો મોકલવાની પુષ્ટિ કરી છે. નોર્વેએ બે લશ્કરી ટીમો રવાના કરી છે.
