
– છેલ્લા 50 દિવસથી કોઈ ઇન્ટરવ્યુ કરાયા નથી
– એચ-4 વિઝાધારકના જીવનસાથી પાસે એચ-1બી વિઝા હોય તો તેના વિઝા રદ કરવાનું ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું
– એચ-1બી વિઝાધારકોને ચાલુ વર્ષે તારીખ જ નહીં : છેક 2027ની તારીખ અપાતા કેટલાય લોકો ફસાયા
Donald Trump and H-1B Visa : અમેરિકામાં ટ્રમ્પ તંત્ર હશે ત્યાં સુધી આખા દેશનો એકપણ ઇમિગ્રન્ટ શાંતિથી સૂઈ શકશે નહીં તેમ લાગી રહ્યું છે. હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ હવે કંપનીઓમાં ઘૂસીને એચ-1બી વર્કરોનું ચેકિંગ કરી રહ્યા છે. હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે ચેતવણી આપી છે કે કંપનીઓની ફાઇલને ઓડિટ કરવામાં આવી રહી છે, જેથી એચ-1બી હાયરિંગનો હિસાબ જોઈ શકાય.
