
Russia Ukraine Peace Plan: રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો તેઓ 27 નવેમ્બર સુધીમાં 28-સૂત્રીય શાંતિ યોજના(Peace Plan) પર હસ્તાક્ષર નહીં કરે, તો તેમને સત્તા પરથી હટાવી દેવામાં આવશે.
ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકી
ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી પણ આપી છે કે, સત્તા પરથી હટાવ્યા બાદ તેમને તરત જ જેલમાં મોકલાશે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ઝેલેન્સ્કીને પહોંચાડવામાં આવેલા આ સખત સંદેશમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, ‘અમે હવે કોઈપણ ભોગે યુદ્ધ રોકવા માગીએ છીએ.
