
Donald Trump and USA News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેરેબિયન દેશ ક્યુબા સામે આર્થિક યુદ્ધ છેડી દીધું છે. ટ્રમ્પે એક આકરા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ક્યુબાને ઓઇલ સપ્લાય કરનારા દેશો પર ભારે ટૅરિફ અને પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે.
ટ્રમ્પનો આકરો આદેશ અને ‘ઝીરો’ સપ્લાયની નીતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર્સ ઍક્ટ’ હેઠળ ક્યુબા વિરુદ્ધ એક કડક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે તેમના ‘ટ્રુથ સોશિયલ’ એકાઉન્ટ પર સ્પષ્ટ શબ્દોમાં પોસ્ટ કરી છે કે, “ક્યુબાને હવે કોઈ ઓઇલ કે પૈસા નહીં જાય – ઝીરો!
