
British MP Attack On Donald Trump : બ્રિટિશ સાંસદ એડ ડેવીએ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીના ‘સૌથી ભ્રષ્ટ અમેરિકન પ્રમુખ’ ગણાવ્યા છે. ગ્રીનલૅન્ડ મુદ્દે બ્રિટિશ સંસદમાં વાત કરતાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગેંગસ્ટર જેવું વર્તન કરી રહ્યા છે. ટ્રમ્પને શાંત રાખવા માટે તેમને અબજો રૂપિયાની ભેટ આપીને લલચાવો અથવા તેમની સામે અડગ ઊભા રહો.
ટ્રમ્પ એક ‘બુલી’ અને ‘ગેંગસ્ટર’ જેવા: એડ ડેવી
બ્રિટિશ સંસદમાં વિદેશ સચિવ યવેટ કૂપરને સંબોધતા સાંસદ એડ ડેવીએ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા.
