
India-US trade deal: ભારત અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયામાં ભારત તેલ ખરીદશે કે નહીં તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવએ સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કોઈએ પણ એ ઘોષણા નથી કરી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરશે. અમેરિકા ટેરિફ લગાવીને ભારત સહિત અન્ય દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે. અને જે તે દેશો રશિયા પાસેથી તેલની ખરીદી ન કરે તેના માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે.’
