
– રશિયા-ચીનનું જોખમ ગણાવી ગ્રીનલેન્ડ પર કબજાનો અમેરિકાનો દાવો
– અમેરિકન કંપનીઓને યુરોપમાંથી હાંકી કાઢવા અંગે ઈયુની તૈયારી : ટ્રમ્પનો ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે તો છ ફેબ્રુ.થી અમારો ટેરિફ અમલમાં આવશે
– અમેરિકન પ્રમુખ અંગત હિતો સાધવા યુરોપને અમારો ડર ના બતાવે : ચીનના વિદેશ મંત્રી
બ્રસેલ્સ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડની માંગનો વિરોધ કરતાં યુરોપના આઠ દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ નાખ્યો છે. તેના જવાબમાં યુરોપીયન સંઘ પણ ચૂપ બેસી રહ્યુ નથી, તેણે પણ અમેરિકા પર ૧૦૭ અબજ ડોલરનો ટેરિફ નાખવાનું નક્કી કરી લીધું છે.
