
Trump Kicks Canada Out of ‘Board of Peace’ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો શાબ્દિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના નવા ‘બોર્ડ ઓફ પીસ’માંથી કેનેડાને આપવામાં આવેલું આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ કડક પગલું માર્ક કાર્ની દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)માં આપવામાં આવેલા એક તીખા ભાષણના થોડા દિવસો બાદ જ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં તેમણે વૈશ્વિક મહાસત્તાઓની દબાણની રણનીતિ સામે ચેતવણી આપી હતી.
ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર પલટવાર
સ્વિટ્ઝર્લેન્ડથી અમેરિકા પાછા ફરતી વખતે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી.
