વડોદરા, તા.17 ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દરવાજા પાસે પડેલી ચાર બેગમાંથી રૃા.૧૮.૨૮ લાખ કિંમતનો બિનવારસી ગાંજાનો જથ્થો મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે પોલીસના એસઓજીનો સ્ટાફ ગઇકાલે સુરતથી કકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ માટે રવાના થયો હતો. ટ્રેનના વિવિધ કોચમાં તેઓ શંકાસ્પદ વસ્તુઓ ચેકિંગ કરતા હતા ત્યારે બી-૨ કોચમાં આવતા દરવાજા પાસે બે ટ્રોલીબેગ, બે પેકપેક શંકાસ્પદ હાલતમાં બિનવારસી હાલતમાં મળી હતી.
