ડભોઇ.ડભોઇ વડોદરા રોડ ઉપર કુંઢેલા ગામ નજીક ગઇકાલે સાંજે રેતી ભરેલી ટ્રક બાઇકસવાર પર ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતમાં બાઇકસવારનુ મોત થયું હતું.
ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે ટેકરાવાળા ફળિયામાં રહેતા ૪૨ વર્ષના વિરલ મહેન્દ્રભાઇ પટેલ ખેતીકામ કરે છે. ગઇકાલે સાંજે તેઓ બાઇક લઇને વડોદરા તેમના ઘરે જઇ રહ્યા હતા. પલાસવાડાથી થોડે દૂર રેતી ભરેલી ટ્રકના ચાલકે વિરલની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા.
