ડમ્પર છોડી મૂકાયું‎:રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર બે દિવસ બાદ‎ શિનોર મામલતદાર કચેરીમાંથી છોડી મૂકાયું‎

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

શિનોર મામલતદાર દ્વારા તાજેતરમાં રેતીથી‎ઓવરલોડ ભરેલા ડમ્પરો તથા એક ટ્રેકટરને‎ઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકાવી દીધા‎છે. જેમાંથી નંબર વગરનું એક ડમ્પર બે દિવસ‎પછી છોડી દેતાં શંકા કુશંકા વ્યાપેલ છે.‎ તાજેતરમાં ભારદારી ડમ્પરોના કારણે‎માલસર અને અશા વચ્ચેના માધવસેતુ પુલની‎હાલત બગડી હોવા સાથે શિનોરથી માલસરનો‎રસ્તો તદ્દન ભંગાર થઈ ગયાનો અહેવાલ‎પ્રકાશીત થયો હતો. સરકારી તંત્ર તથા ખાણ‎ખનીજ અને પોલીસ વિભાગ સામે માધવ સેતુ‎પુલ ઉપરથી રાત્રીના તથા દિવસના ઓવરલોડ‎ભરેલા ડમ્પરો કેમ ચાલવા દે છે, તે બાબતે હપ્તા‎લેવાતા હોવાની બુમ ઉઠી હતી. આ અહેવાલ‎ચમકતાં કેસ બતાવવા માટે મામલતદાર કચેરી‎એક્શનમાં આવી હતી અને તારીખ 12‎નવેમ્બરના રોજ રેતી ભરેલા બે પરમીટ વગરના‎ડમ્પરો અને એક ટ્રેક્ટરને ડીટેઇન કરાવીને‎મામલતદાર કચેરીમાં મૂકી દેવામાં આવ્યા હતા. ‎જેમાંથી એક ડમ્પરની આગળ અને પાછળ‎રજીસ્ટ્રેશન નંબર નહોતો. બે દિવસ પછી‎મામલતદાર કચેરીમાંથી નંબર વગરનું ડમ્પર‎છોડી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં‎મંગળવારે મામલતદાર શિનોરને વારંવાર‎ટેલીફોનિક પૂછપરછ માટે ફોન કરતાં કોઈપણ‎ફોન ઉપાડતું નહોતું. જ્યારે નંબર વાળું ડમ્પર‎કચેરીમાં પડેલ હતું. ડમ્પરો તથા ટ્રેક્ટર રેતીથી‎કાયદેસર ભરેલા હોત તો તેઓની પાસે પરમીટ‎હાજર હોત. પરમીટ ના હોવાના કારણે જ‎મામલતદાર દ્વારા ડીટેઇન કરીને મુકાવ્યા હોય‎એ હકીકત છે.‎ નંબર વગરનું કોઈ પણ વાહન એ ગેરકાનૂની‎ગણી શકાય અને પરમિટ વગર રેતી ભરીને‎જતું હોય તો તે વધુ ગુનો બને છે. મામલતદાર‎કચેરીમાંથી નંબર વગરનું ઓવરલોડ રેતી‎ભરેલું ડમ્પર છોડવામાં આવ્યું કે રાત્રિના સમયે‎કોઈ ઉઠાવી ગયું તે તપાસનો વિષય બનેલ છે.‎મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર‎વિશાલભાઈ એ ફોન પર જણાવ્યું કે ડમ્પરો‎બાબતે ખાણ ખનીજ વિભાગને જાણ કરેલ છે.‎


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *