ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ:ઈન્ડિગો 25 અને અકાસા 31 ડિસેમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.એરલાઇનનાં જણાવ્યા મુજબ, ઇન્ડિગો 25 ડિસેમ્બરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈના NMIA એરપોર્ટ માટે સીધી ઉડાન શરૂ કરશે. જ્યારે અકાસા એરલાઇન પોતાની સેવા 31 ડિસેમ્બરથી શરૂ કરશે. ડિસેમ્બરથી અમદાવાદથી મુંબઈ નવી ફલાઈટ શરૂ થશે
એરલાઈન્સના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન પોતાની નવી ફ્લાઇટ 25 ડિસેમ્બરથી શરૂ કરશે. જ્યારે અકાસા એરલાઈન પોતાની નવી ફ્લાઇટ 31 ડિસેમ્બરથી શરૂ કરશે. આ નવી કનેક્ટિવિટી અમદાવાદ એરપોર્ટ અને મુંબઈ વચ્ચેના ટ્રાફિકને હળવો કરવામાં મદદ કરશે. આ નવી એર કનેક્ટિવિટીથી મુસાફરોને મુંબઈ મેઈન એરપોર્ટનો ભાર ઘટાડવામાં મદદ મળશે અને મુંબઈ તરફના પ્રવાસ માટે વધુ સુવિધા મળશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *