ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો:સોલા સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયાની સરખામણીએ OPDમાં 1000 દર્દીનો વધારો, ડેન્ગ્યુના 11 અને મેલેરિયાના 14 કેસ નોંધાયા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના RMO કિરણ ગોસ્વામીના જણાવ્યા મુજબ, OPDમાં ગયા અઠવાડિયાની સરખામણીમાં 1000 દર્દીનો વધારો થયો છે, જેમાં કુલ 14,310 દર્દીઓ નોંધાયા છે, જ્યારે દાખલ દર્દીઓની સંખ્યા 1,152 હતી. 11 ડેન્ગ્યુ અને 14 મેલેરિયાના કેસ નોંધાયા
શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સિવિલ હોસ્પિટલોમાં રોગચાળાની સ્થિતિ અંગે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલ RMO કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જુદા જુદા રોગચાળા જોઈએ તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં 126 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા. તે જ રીતે મેલેરિયામાં 499 શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા તેમાંથી 14 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા. જ્યારે ચિકનગુનિયાના 11 દર્દીના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા અને ડાયેરિયાના કેસ લગભગ 18 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. તે જ રીતે વાઇરલ હેપેટાઇટિસના 3 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. અઠવાડિયામાં લગભગ 1000 OPDનો સોલા સિવિલ હોસ્પિટલમાં વધારો
બે અઠવાડિયાની સરખામણી કરીએ તો આ અઠવાડિયામાં લગભગ 1000 OPDનો સોલા સિવિલ હોસ્પિટલમાં વધારો થયો છે. લગભગ ગયા અને ગયા અઠવાડિયે 13,760 દર્દી હતા અને આ અઠવાડિયે 14,310 દર્દીઓ અમારી હોસ્પિટલમાં નોંધાયા છે. તથા બાળકોમાં લગભગ રોજેરોજ 100 દર્દીઓની, 100થી 150 દર્દીઓની OPD રહેતી હોય છે અને લગભગ તાવ, શરદી, ઉધરસ વાળા દર્દીઓ OPDમાં આવતા હોય છે. અમારા ડોક્ટરો દ્વારા તેમની તપાસ કરી અને જો જરૂર હોય તો દવાઓ આપવામાં આવે છે અને જરૂર પડે તો દાખલ કરી સારવાર આપવામાં આવે છે. ઠંડીના કારણે બોડીમાં એકદમ જે લિક્વિડિટી હોય છે એ ઘટી જતી હોય છે. તેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પણ થતી હોય છે. તો દરેક નાગરિકે પોતાના શરીરની જનરલ તપાસ ડોક્ટર દ્વારા કરાવી જોઈએ અને જરૂર પડે ત્યાં રિપોર્ટ કરાવવા જોઈએ અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *