
– આફ્રિકાના વિકાસને વૈશ્વિક વિકાસ સાથે જોડવો જરૂરી
– વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે નવી ત્રીપક્ષીય ટેક્નોલોજી અને ઈનોવેશન ભાગીદારીની જાહેરાત કરી
– મહામારી અને પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે રિસ્પોન્સ ટીમ બનાવવી જરૂરી : પીએમ
જોહાનિસબર્ગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં જી-૨૦ શિખર સંમેલન પરથી ફરી એક વખત આતંકવાદ વિરુદ્ધ ભારતના સશક્ત અને સ્પષ્ટ અવાજને દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદ વચ્ચે વધતા જોખમી નેક્સસને ડામવા જી-૨૦ની ટીમ બનાવવા તથા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે રિસ્પોન્સ ટીમની રચના કરવાના પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વડાપ્રધાનો સાથે બેઠક કરી નવી ત્રીપક્ષીય ટેક્નોલોજી અને ઈનોવેશન ભાગીદારીની જાહેરાત કરી હતી.
