
શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગઈકાલે રાત્રે લાલબાગ બ્રિજ નીચે પાણીની ટાંકી પાસે નશાની હાલતમાં ઇકો કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
ગઈકાલે રાત્રે અંદાજે દોઢ વાગ્યાના સુમારે લાલબાગ બ્રિજ નીચે ઇકો કાર ડિવાઇડર સાથે ભટકાતા કારનું આગળનું ટાયર છૂટું પડી ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસની ૧૧૨ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.
