
India’s Reaction to Balochistan Violence And Pakistan Army Allegations : પાકિસ્તાનના બલૂચિસ્તાનના હાલ ભારે હિંસાઓ અને સૈન્ય ઘર્ષણ ચાલી રહ્યા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ‘ઑપરેશન હેરોફ’ (Operation Herof) શરૂ કર્યા બાદ પ્રદેશના અનેક શહેરોમાં ભારે હિંસા અને સેના સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઘટનાઓમાં બીએલએએ 84 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો, જ્યારે પાકિસ્તાને 133 બળવાખોરોના મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનની સેના બલૂચિસ્તાનની સ્થિતિ કાબુ મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેમ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપી આપી પાકિસ્તાનના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
પાકિસ્તાનનો આક્ષેપ પાયાવિહોણો : ભારત
