તલોદ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડનું કામ શરૂ:₹61.71 કરોડના ખર્ચે પ્રોજેક્ટ આગળ વધ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

તલોદ-મોડાસા રોડ પર આવેલા રેલવે ફાટક પર નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ થતા નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. અગાઉ ₹44 કરોડના અંદાજિત ખર્ચના આ પ્રોજેક્ટમાં નબળી કામગીરીના કારણે તત્કાલીન કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. સર્વિસ રોડના અભાવે ચોમાસામાં ખાડામાં પાણી ભરાતા અકસ્માતો સર્જાતા હતા, જેનાથી ખેડૂતો અને અરજદારો સહિત લોકોને ભારે હાલાકી થતી હતી. સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર અને તલોદ નગર પાલિકા પ્રમુખ રમીલા બેન ચાવડાની રજૂઆતને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિટેન્ડર કરવા સૂચના આપી હતી. હવે આ પ્રોજેક્ટ માટે ₹61.71 કરોડના ખર્ચે ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર અપાયો છે. ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ કોન્ટ્રાક્ટરે આજે સર્વિસ રોડની કામગીરી હાથ ધરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *