
China Japan Taiwan dispute : તાઈવાન મુદ્દે ચીન અને જાપાન વચ્ચે વિવાદ થયો છે. એવામાં હવે અમેરિકા પણ વચ્ચે કૂદ્યું છે અને સમગ્ર મામલે ખૂલીને જાપાનનું સમર્થન કર્યું છે. જાપાનના નવા વડાપ્રધાન સનાએ તાકાઈચીએ તાઇવાનને લઈને નિવેદન આપ્યું હતું જે બાદ ચીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
કેમ શરૂ થયો વિવાદ અને અમેરિકા કેમ વચ્ચે પડ્યું?
જાપાનના વડાપ્રધાન તાકાઈચીએ 7 નવેમ્બરે સંસદમાં કહ્યું હતું કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે તો તે સ્થિતિ જાપાન માટે ખતરાની સ્થિતિ બનશે.
