
– સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો
– કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી ઘી તૈયાર કરાયું, શુદ્ધ દેખાડવા લેબમાં તૈયાર એસ્ટર્સ ભેળવવામાં આવ્યા હતા
તિરુપતિ : દેશભરમાં પ્રખ્યાત યાત્રા ધામ તિરુપતિ મંદિરે ભક્તોને પ્રસાદમાં અપાતા લાડવામાં પશુની ચરબી ભેળવવામાં આવી હોવાનો આરોપ થયો હતો, આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં દાવો કરાયો છે કે પ્રસાદમાં પશુ ચરબી ભેળવવામાં નહોતી આવી, જોકે લાડવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ નહોતો થયો તેવો ખુલાસો પણ થયો છે.
સીબીઆઇ તપાસમાં સામે આવ્યું છે કે આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને પુરુ પાડવામાં આવેલુ ઘી શુદ્ધ ગાયનું ઘી નહોતું પરંતુ સિન્થેટિક ઘી હતું, જે કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી તૈયાર કરવામાં આવ્યું હતું.
