
– વિપક્ષી સાંસદો ચીફ પ્રોસિક્યુટર અકીન ગુરૂલેકને ન્યાયમંત્રી પદના શપથ લેતા ભડક્યા : વાત સાંસદો વચ્ચે મારામારી સુધી પહોંચી
અંકારા : તુર્કીની સંસદમાં બુધવાર તા. ૧૧મીની રાત્રિ ‘કાળ રાત્રિ’ બની ગઈ. કેબિનેટમાં ફેરફાર કરતા ચીફ પ્રોસીક્યુટર અકીનગુરલેકને ન્યાયમંત્રી પદના શપથ લેતાં વિપક્ષી સાંસદો ભડક્યા, મારામારી શરૂ થઈ મીડીયા પર આ મારામારી વાયરલ થઈ રહી છે જેમાં સાંસદો એક બીજાને ઘૂસા અને પાટુ મારતા જોવા મળે છે. આ હિંસામાં એક- બે નહિ ડઝનબંધ સાંસદો મારામારી કરતા જોવા મળ્યા હતા.
