તેરા તુજકો અર્પણ:ઈન્ફોસિટી પોલીસની ત્વરિત કામગીરીથી ગુમ થયેલી બેગ ગણતરીના કલાકમાં યુવતીને પરત મળી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગાંધીનગરની ઇન્ફોસિટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવતીનું કિંમતી બેગ ગુમ થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો પરંતુ, એક પ્રમાણિક નાગરિકની નિષ્ઠા અને ફરજ પર હાજર પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે બેગ સલામત રીતે તેના યુવતીને પરત મળી ગયું હતું. આ ઘટનાએ નાગરિક ધર્મ અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. પોલીસે તુરંત કાર્યવાહી કરીને માત્ર થોડા જ સમયમાં આ બેગ મૂળ માલિકને પરત અપાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ તુરંત બેગ શોધખોળ શરૂ કરી દીધી હતી
ગાંધીનગરમાં પ્રાંજલ પ્રકાશભાઈ મોરઝરિયાનું બેગ ગઈકાલે સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ ઇન્ફોસિટી વિસ્તારમાં કયાંક પડી ગયું હતું. ગભરાયેલા પ્રાંજલબેને તાત્કાલિક તે વિસ્તારમાં વાહન ચેકિંગની ફરજ બજાવી રહેલા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના PSI એ.આઈ. મૂળિયા, ASI રિમ્પલબેન રાજુસિંહ અને HH શેખ અરકાનનો સંપર્ક કર્યો હતો. પોલીસ ટીમે યુવતીની વાત સાંભળીને સમય બગાડ્યા વિના તુરંત બેગ શોધખોળ શરૂ કરી દીધી હતી. બેગ રસ્તા પરથી મળી આવ્યું છે
ત્યારે PSI એ.આઈ. મૂળિયાએ સૂઝબૂઝ વાપરીને પ્રાંજલબેનના નંબર પર કોલ કર્યો, જે ફોન એક પ્રમાણિક નાગરિક જનકભાઈ અમૃતભાઈ ઠાકોરએ રિસીવ કર્યો હતો. જનકભાઈએ જણાવ્યું કે, તેમને આ બેગ રસ્તા પરથી મળી આવ્યું છે અને તે તેમની પાસે સુરક્ષિત છે. જનકભાઈની પ્રમાણિકતાની માહિતી મળતાં જ પોલીસ ટીમ પ્રાંજલબેનને સાથે રાખીને તાત્કાલિક જનકભાઈ ઠાકોર પાસે પહોંચી ગઈ હતી. ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં જ પરત મળી ગયું
બાદમાં પોલીસના સંકલિત પ્રયાસોના પરિણામે પ્રાંજલબેનને તેમનું ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં જ પરત મળી ગયું હતું. બેગ સલામત પરત મળતાં પ્રાંજલબેન મોરઝરિયાએ જનકભાઈ અમૃતભાઈ ઠાકોરની નિષ્ઠા અને ઉમદા કામગીરી માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની ફરજ પરની ટીમને તેમની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ ધન્યવાદ આપ્યા હતા. પોલીસે આ ઘટનાને ‘તેરા તુજકો અર્પણ’ના સકારાત્મક ભાવ સાથે પૂર્ણ કરી હતી.જે અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બની છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર.ખેરે જણાવ્યું હતું કે, નાગરિકો અને પોલીસ વચ્ચેના આવા સંકલનથી જ સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *