
વાંકાનેરના મહિકામાં જમીન વિવાદમાં
જમીન ખાલી કરી નાખ જે, નહીતર લેન્ડગ્રેબીંગ ફરીયાદ કરીશું કહી સરપંચે ધમકી આપી હતી
મોરબી: વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખનીજની જમીન ખાલી કરાવવાના મામલે માથાકુટ કરી ધમકીઓ અપાતા ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જયાં એકનું મૃત્યું નિપજયું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ પાંચ સખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
