
Rain In Gujarat : ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં આજે ગુરુવારે (16 ઑક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે.
