
– 90 વર્ષના બૌદ્ધ ધર્મના ધર્મગુરૂએ શાંતિ, કરૂણા અને માનવીથી મૂલ્યોના કરેલા પ્રચાર માટે તેઓને ગ્રેમી એવોર્ડ અપાયો : ચીને કહ્યું તે ચીન વિરોધી ગતિવિધિનો ભાગ છે
નવી દિલ્હી : બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાને તેઓના શાંતિ, કરુણા અને માનવીય મૂલ્યોના પ્રચાર માટે ‘ગ્રેમી એવોર્ડ’થી સન્માનિત કરાયા છે પરંતુ તેથી ચીનને મરચાં લાગ્યા છે. સોમવારે દલાઈ લામાને અપાયેલા આ ‘બહુમાન’ની નિંદા કરતા ચીને કહ્યું હતું કે, તે તિબેટી ધર્મગુરુને અપાયેલું ‘બહુમાન’ વાસ્તવમાં ચીન-વિરોધી ગતિવિધિઓના ભાગરૂપે છે.
દલાઈ લામાને અપાયેલા આ સન્માન અંગે ચીનની પ્રતિક્રિયા વિષે પૂછતાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન- જિયાને ચીનના તે આક્ષેપનો પુનરોચ્ચાર કર્યો હતો કે, તે ૯૦ વર્ષના ધાર્મિક નેતા ધર્મના નામે અલગતાવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.
