દારૂની હેરાફેરી માટે બાઈકમાં ચોર ખાનાનો નવો કીમિયો, છાણીમાં વધુ એક બાઈકમાંથી 188 બોટલ મળી

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ દ્વારા અનેક પ્રકારની તરકીબો અજમાવામાં આવતી હોય છે. પરંતુ આવી તરકીબ લાંબો સમય ચાલતી નથી અને પોલીસના સપડાવવાનો વખત આવતો હોય છે.

છાણી પોલીસ દ્વારા તાજેતરમાં જીએસએફસી બ્રિજ પાસેથી બે ખેપિયાઓને ઝડપી પાડી મોટર સાયકલની પેટ્રોલ ટેંક માં બનાવેલા ચોર ખાનામાંથી 144 નંગ દારૂની બોટલ કબજે કરી હતી.

છાણી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં નીકળી રહી હતી તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવી જ રીતે દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની વિગતો મળતા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી પસાર થતાં બે યુવકોને ઝડપી પાડ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *