વડોદરા, ભારદારી વાહનોના ચાલકો દારૃ પીને તથા પૂરઝડપે વાહન ચલાવતા હોઇ નિર્દોષ લોકોના જીવ જાય છે. ગઇકાલે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન રેતી ભરેલું ડમ્પર લઇને જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો છે.
અટલાદરા ચેક પોસ્ટ પાસે ગઇકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી. રાત્રે એક વાગ્યે એક ડમ્પર ચાલક સ્વામિ નારાયણ મંદિર તરફથી પૂરઝડપે આવતો હતો. પોલીસને શંકા જતા ડમ્પર ચાલકને ઊભો રાખી તપાસ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. ડમ્પર ચાલકે પોતાનું નામ કિશોરસિંહ જશવંતસિંહ ચાવડા, ઉં.
