દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

teacher

Bahod News : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) સંબંધિત કામગીરીના વધુ પડતાં ભારણના પગલે  BLO તરીકે કાર્યરત શિક્ષકોના આપઘાત અને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં SIRની કામગીરીના કારણે ત્રણ શિક્ષકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચૂંટણીલક્ષી કામગીરીના પગલે શિક્ષકોમાં માનસિક તણાવ વધ્યો હોવાનું જણાય છે. આ દરમિયાન BLO તરીકે કામ કરતાં દાહોદ જિલ્લાના ઝાલોદના શિક્ષકની તબિયત અચાનક લથડી હતી, જેને લઈને ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના બચુભાઈ ડામોર નામના શિક્ષકને BLOની કામગીરી દરમિયાન અચાનક તબિયત લથડી હોવાથી તાત્કાલિક સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *