
Delhi Police news : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારોની સપ્લાય ભારતના કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
