
અમદાવાદ, મુંબઈ : ટ્રમ્પના ટેરિફના વધતા આક્રમણ તેમજ વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સ્થિતિ વણસતા વિશ્વ બજારમાં સેફ હેવન રૂપી ખરીદી તરીકે હેજ ફંડો દ્વારા કિંમતી ધાતુઓમાં નવી ખરીદી ચાલુ રહેતા વૈશ્વિક બજારોની સાથે ઘર આંગણાના બજારોમાં પણ સોના-ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી છે. આજે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી વધુ રૂપિયા ૬ હજાર ઉછળીને રૂપિયા ૨,૭૧,૦૦૦ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. બીજી તરફ સોનું પણ વધીને રૂપિયા ૧,૪૫,૦૦૦ની ટોચની સપાટીએ પહોંચ્યું હતું. અમદાવાદ તેમજ મુંબઈ સોના-ચાંદી બજારમાં પણ તેજીનો પ્રવાહ આગળ વધ્યો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી.
